કપાસ, મેન્થા તેલમાં સુધારાનો સંચાર : ક્રૂડ તેલ, રબર, સીપીઓ ઢીલા બુલડેક્સ ફ્યુચર્સમાં 92 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 139 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,39,964 સોદાઓમાં કુલ રૂ.12,248.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.192 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.337 ઘટ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને મેન્થા તેલમાં સુધારાના સંચાર સામે રબર અને સીપીઓ ઢીલાં હતાં. કોટનના વાયદા ઊછળ્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 92 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 139 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 82,674 સોદાઓમાં કુલ રૂ.6,626.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,751ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,870 અને નીચામાં રૂ.48,552ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.192 અથવા 0.39 ટકા ઘટી રૂ.48,592ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.26 અથવા 0.07 ટકા ઘટી રૂ.39,554 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.29 અથવા 0.6 ટકા ઘટી રૂ.4,831ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.71,337ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,577 અને નીચામાં રૂ.70,975ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.337 અથવા 0.47 ટકા ઘટી રૂ.71,074ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 30,981 સોદાઓમાં કુલ રૂ.1,845.31 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,812 અને નીચામાં રૂ.4,767ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.50 અથવા 1.04 ટકા ઘટી રૂ.4,773 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.30 અથવા 0.14 ટકા ઘટી રૂ.219.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,076 સોદાઓમાં રૂ.299.04 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1260ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1260 અને નીચામાં રૂ.1260ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.2.50 અથવા 0.2 ટકા વધી રૂ.1260ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22,580ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.22,710 અને નીચામાં રૂ.22,560ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.170 અથવા 0.75 ટકા વધી રૂ.22,690ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1191 અને નીચામાં રૂ.1185.10ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.4.50 અથવા 0.38 ટકા ઘટી રૂ.1187.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.26 અથવા 0.15 ટકા ઘટી રૂ.17,504 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.2.20 અથવા 0.24 ટકા વધી રૂ.927.10ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 22,716 સોદાઓમાં રૂ.4,114.25 કરોડનાં 8,415.783 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 59,958 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.2,511.90 કરોડનાં 352.109 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,162 સોદાઓમાં રૂ.1,015.30 કરોડનાં 21,20,400 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,819 સોદાઓમાં રૂ.830.01 કરોડનાં 3,77,87,500 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ..03 કરોડનાં 4 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 555 સોદાઓમાં રૂ.52.42 કરોડનાં 22,975 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,461 સોદાઓમાં રૂ.244.82 કરોડનાં 21,190 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,122.321 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 535.022 ટન, ક્રૂડ તેલ 6,60,500 બેરલ્સ અને નેચરલ ગેસ 2,44,38,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 20 ટન, મેન્થા તેલ 44.28 ટન, રબર 224 ટન, રૂ (કોટન) 1,95,050 ગાંસડી, સીપીઓ 71,700 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,662 સોદાઓમાં રૂ.133.37 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 979 સોદાઓમાં રૂ.79.74 કરોડનાં 1,047 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 683 સોદાઓમાં રૂ.53.63 કરોડનાં 722 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 958 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 829 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,251ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,282 અને નીચામાં 15,190ના સ્તરને સ્પર્શી, 92 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 60 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટી 15,201ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,760ના સ્તરે ખૂલી, 139 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 80 પોઈન્ટ અથવા 0.54 ટકા વધી 14,871ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 4,695 સોદાઓમાં રૂ.367.77 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.51 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.31.04 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.263.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.752.50 ખૂલી, ઊપરમાં રૂ.765 અને નીચામાં રૂ.714.50 રહી, અંતે રૂ.40 અથવા 5.12 ટકા ઘટી રૂ.741 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.75,000...