કોટન, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો : કપાસ, સીપીઓમાં નરમાઈ બુલડેક્સ ફ્યુચર્સમાં 53 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 82 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,06,270 સોદાઓમાં કુલ રૂ.8,296.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.59 અને ચાંદીમાં કિલોદીઠ રૂ.80નો ઘટાડો થયો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.38 વધવા સામે નેચરલ ગેસ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો, જ્યારે કપાસ અને સીપીઓમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 53 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 82 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 47,927 સોદાઓમાં કુલ રૂ.2,936.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,198 અને નીચામાં રૂ.49,024ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.59 અથવા 0.12 ટકા ઘટી રૂ.49,068ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.14 અથવા 0.04 ટકા ઘટી રૂ.39,210 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ અથવા ટકા કોઈ ફેરફાર વગર રૂ.4,839ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,911 ખૂલી, રૂ.39 અથવા 0.08 ટકા ઘટી રૂ.48,869ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.71,356ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,415 અને નીચામાં રૂ.71,056ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.80 અથવા 0.11 ટકા ઘટી રૂ.71,151ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.47 અથવા 0.07 ટકા ઘટી રૂ.71,262 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.46 અથવા 0.06 ટકા ઘટી રૂ.71,257ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 14,047 સોદાઓમાં રૂ.2,359.67 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.0.65 અથવા 0.34 ટકા ઘટી રૂ.191.15 અને જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 અથવા 0.04 ટકા ઘટી રૂ.237.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જૂન કોન્ટ્રેક્ટ રૂ.6.05 અથવા 0.81 ટકા ઘટી રૂ.740.05 અને નિકલ જૂન કોન્ટ્રેક્ટ રૂ.10.10 અથવા 0.77 ટકા વધી રૂ.1,324.40 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 અથવા 0.06 ટકા ઘટી રૂ.170.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 31,854 સોદાઓમાં કુલ રૂ.1,871.56 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,112ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,150 અને નીચામાં રૂ.5,112ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.38 અથવા 0.75 ટકા વધી રૂ.5,127 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.30 અથવા 1 ટકા ઘટી રૂ.227ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 3,204 સોદાઓમાં રૂ.445.25 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1334ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1335 અને નીચામાં રૂ.1330ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.2 અથવા 0.15 ટકા ઘટી રૂ.1333ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.24,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.24,570 અને નીચામાં રૂ.24,430ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.70 અથવા 0.29 ટકા વધી રૂ.24,510ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1134ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1136.50 અને નીચામાં રૂ.1103.50ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.27.70 અથવા 2.44 ટકા ઘટી રૂ.1107.90ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.78 અથવા 0.45 ટકા વધી રૂ.17,235 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.11.70 અથવા 1.27 ટકા વધી રૂ.933.60ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,189 સોદાઓમાં રૂ.1,471.16 કરોડનાં 2,996.201 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 38,738 સોદાઓમાં કુલ રૂ.1,465.39 કરોડનાં 205.452 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.192.69 કરોડનાં 10,055 ટન, જસતના વાયદાઓમાં રૂ.348.98 કરોડનાં 14,650 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,063.14 કરોડનાં 14,335 ટન, નિકલના વાયદાઓમાં રૂ.638.22 કરોડનાં 4,826 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.116.64 કરોડનાં 6,830 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,832 સોદાઓમાં રૂ.830.52 કરોડનાં 16,17,900 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,022 સોદાઓમાં રૂ.1,041.04 કરોડનાં 4,56,75,000 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 16 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 674 સોદાઓમાં રૂ.60.09 કરોડનાં 24,475 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,382 સોદાઓમાં રૂ.378.26 કરોડનાં 34,060 મેટ્રિક ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,197.353 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 553.316 ટન, એલ્યુમિનિયમ 11,670 ટન, જસત 13,240 ટન, તાંબુ 13,882.500 ટન, નિકલ 3,352.500 ટન, સીસું 6,330 ટન, ક્રૂડ તેલ 13,33,800 બેરલ્સ અને નેચરલ ગેસ 3,24,46,250 એમએમબીટીયૂ તેમ જ કપાસ 36 ટન, મેન્થા તેલ 47.16 ટન, રબર 217 ટન, રૂ (કોટન) 1,96,050 ગાંસડી, સીપીઓ 65,970 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં...