સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરૂદ્ધ વલણ : બુલડેક્સ ફ્યુચર્સમાં 177 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 285 પોઈન્ટની મૂવમેન્ટ કપાસ, કોટન, રબર, મેન્થા તેલના વાયદાના ભાવમાં સુધારોઃ સીપીઓના વાયદામાં ઘટાડો મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,87,199 સોદાઓમાં કુલ રૂ.15,612.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરૂદ્ધ વલણ હતું. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.106 વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.992 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં 23,86,300 બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, રબર અને મેન્થા તેલ સુધર્યા હતા, જ્યારે સીપીઓ ઘટીને ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 177 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 285 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 1,15,146 સોદાઓમાં કુલ રૂ.7,972.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,163ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,670 અને નીચામાં રૂ.48,996ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.106 અથવા 0.22 ટકા વધી રૂ.49,260ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.202 અથવા 0.51 ટકા ઘટી રૂ.39,256 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.28 અથવા 0.57 ટકા ઘટી રૂ.4,851ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,835ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,849 અને નીચામાં રૂ.71,593ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.992 અથવા 1.36 ટકા ઘટી રૂ.71,686ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 34,425 સોદાઓમાં કુલ રૂ.2,190.37 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,061ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,079 અને નીચામાં રૂ.5,002ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.10 અથવા 0.2 ટકા ઘટી રૂ.5,016 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.10 અથવા 0.04 ટકા ઘટી રૂ.223.10ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,824 સોદાઓમાં રૂ.454.84 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1308ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1308 અને નીચામાં રૂ.1305ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.1.50 અથવા 0.11 ટકા વધી રૂ.1306.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.23,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.23,940 અને નીચામાં રૂ.23,730ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.20 અથવા 0.08 ટકા વધી રૂ.23,750ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1160ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1170 અને નીચામાં રૂ.1135.70ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.3.90 અથવા 0.34 ટકા ઘટી રૂ.1143.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.47 અથવા 0.28 ટકા વધી રૂ.17,106 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.2.90 અથવા 0.32 ટકા વધી રૂ.914.90ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 26,065 સોદાઓમાં રૂ.3,803.59 કરોડનાં 7,709.180 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 89,081 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.4,169.04 કરોડનાં 577.498 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,988 સોદાઓમાં રૂ.1,202.29 કરોડનાં 23,86,300 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,437 સોદાઓમાં રૂ.988.08 કરોડનાં 4,40,30,000 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ..16 કરોડનાં 24 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 446 સોદાઓમાં રૂ.36.36 કરોડનાં 15,250 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,320 સોદાઓમાં રૂ.416.07 કરોડનાં 36,470 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,519.722 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 560.300 ટન, ક્રૂડ તેલ 10,64,900 બેરલ્સ અને નેચરલ ગેસ 2,35,66,250 એમએમબીટીયૂ તેમ જ કપાસ 32 ટન, મેન્થા તેલ 52.92 ટન, રબર 225 ટન, રૂ (કોટન) 1,93,450 ગાંસડી, સીપીઓ 75,180 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,762 સોદાઓમાં રૂ.232.66 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,520 સોદાઓમાં રૂ.131.67 કરોડનાં 1,722 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,242 સોદાઓમાં રૂ.100.99 કરોડનાં 1,327 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,064 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 822 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,388ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,399 અને નીચામાં 15,222ના સ્તરને સ્પર્શી, 177 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 149 પોઈન્ટ અથવા 0.97 ટકા ઘટી 15,234ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,310ના સ્તરે ખૂલી, 285 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 188 પોઈન્ટ અથવા 1.23 ટકા ઘટી 15,085ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 9,209 સોદાઓમાં રૂ.760.69 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.124.53 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.64.25 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.571.53 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10...