સોનું રૂ.11 વધ્યું, ચાંદી રૂ.233 ઘટી : બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિ : રબરમાં ઘટાડો : સીપીઓ, મેન્થા તેલમાં સુધારો કોટનમાં 12,025 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2,25,659 ગાંસડીના સ્તરે : પ્રથમ સત્રમાં રૂ.10,822 કરોડનું ટર્નઓવર મુંબઈ : MCX પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧,૫૧,૨૧૫ સોદામાં રૂ.૧૦,૮૨૨.૮૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧ વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૩૩ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ એકંદરે વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નરમાઈ સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૧૨,૦૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૨૫,૬૫૦ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં સુધારો હતો, જ્યારે રબરનો વાયદો ઘટીને બંધ થયો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૯૨૩૭ સોદાઓમાં રૂ.૪૪૮૦.૦૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૬૫૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૭૭૦ અને નીચામાં રૂ.૪૭૫૭૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ વધીને રૂ.૪૭૬૦૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૧૫૮ અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૨૮ થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮ વધીને બંધમાં રૂ.૪૭૫૬૪ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૧૬૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૨૧૬૦ અને નીચામાં રૂ.૭૧૩૫૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩૩ ઘટીને રૂ.૭૧૪૪૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ.૨૨૬ ઘટીને રૂ.૭૧૪૫૭ અને ચાંદી-માઈક્રો જૂન રૂ.૨૩૧ ઘટીને રૂ.૭૧૪૬૦ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૩૯૫૧ સોદાઓમાં રૂ.૧૯૬૮.૦૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૧૧ અને નીચામાં રૂ.૪૭૪૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭ ઘટીને રૂ.૪૭૬૩ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૧૮૨૧ સોદાઓમાં કુલ રૂ.૨૫૪.૫૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન મે વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૯૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૦૨૦ અને નીચામાં રૂ.૨૧૮૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦ વધીને રૂ.૨૧૯૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૨૨૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૧ વધીને બંધમાં રૂ.૧૨૨૭.૮ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.૯૭૩.૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૭૭.૯ અને નીચામાં રૂ.૯૭૩.૨ રહી, અંતે રૂ.૯૭૫.૭ બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૭૪૭ સોદાઓમાં કુલ રૂ.૧૮૦૮.૪૧ કરોડ ની કીમતનાં ૩૭૯૨.૪૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૩૪૯૦ સોદાઓમાં કુલ રૂ.૨૬૭૧.૬૬ કરોડ ની કીમતનાં ૩૭૨.૭૫૬ ટન, ક્રૂડ તેલમાં ૧૫૦૪૦ સોદાઓમાં રૂ.૧૦૬૯.૬૨ કરોડનાં ૨૨૪૧૦૦૦ બેરલ્સ, કોટનમાં ૩૩૭ સોદાઓમાં રૂ.૨૬.૪૨ કરોડનાં ૧૨૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૪૫૦ સોદાઓમાં રૂ.૨૨૭.૨૩ કરોડનાં ૧૮૭૮૦ ટન, મેન્થા તેલમાં ૩ સોદાઓમાં રૂ.૩૧.૬૧ લાખનાં ૩.૨૪ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૧૨૨.૫૧૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૫૫.૨૧૬ ટન, ક્રૂડ તેલમાં ૭૫૨૧ બેરલ્સ, કોટનમાં ૨૨૫૬૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૦૨૯૦ ટન, મેન્થા તેલમાં ૨૭ ટન અને કપાસમાં ૨૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૦ અને નીચામાં રૂ.૩૮૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૯૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૨૦.૫ અને નીચામાં રૂ.૨૭૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૦.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૬૯૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૦૧ અને નીચામાં રૂ.૧૫૮૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૬૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૦૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૯૯ અને નીચામાં રૂ.૧૮૪૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૬૪ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬ અને નીચામાં રૂ.૯૪.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૩.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૨ અને નીચામાં રૂ.૭૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૫.૨ બંધ રહ્યો હતો.