સોનાના વાયદાઓમાં ૧૨,૩૬૩ કિલો અને ચાંદીમાં ૮૩૧ ટનના વોલ્યુમ સાથે ભાવમાં નોમિનલ ઘટાડો મહાશિવરાત્રિની જાહેર રજા નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા : બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ શરૂ: બુધવારે કુલ રૂ.૨૯૩૮૫ કરોડનું ટર્નઓવર મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર મહાશિવરાત્રિ નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનું કામકાજ બંધ રહ્યું હતું, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યાં હતાં. બુધવારે મોડી રાત્રિના પૂરા થયેલા સત્ર સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને કોમોડિટી ઓપ્શન્સમાં મળીને ૪૪૮૩૭૬ સોદામાં રૂ.૨૯૩૮૫.૫૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં ૧૨,૩૬૩ કિલો અને ચાંદીમાં ૮૩૧ ટનથી વધુના વોલ્યુમ સાથે ભાવમાં નોમિનલ ઘટાડો થયો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન), સીપીઓ, મેન્થા તેલ ઢીલાં બંધ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સ ઓન ફ્યુચર્સમાં કુલ રૂ.૧,૨૬૨.૪૭ કરોડ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કુલ રૂ.૧૮૯.૫૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સ ફ્યુચર્સનો માર્ચ વાયદો ૧૪૨૨૮ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪૩૧૮ અને નીચામાં ૧૪૨૦૨ના મથાળે અથડાઈ, દિવસ દરમિયાન ૧૧૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૮ પોઈન્ટ ઘટી ૧૪૨૭૬ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સ ફ્યુચર્સનો માર્ચ વાયદો ૧૩૮૩૫ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૩૮૮૩ અને નીચામાં ૧૩૬૮૪ના સ્તરને સ્પર્શી દિવસ દરમિયાન ૧૯૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે ૧૨૦ પોઈન્ટ ઘટી ૧૩૭૨૮ બંધ થયો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૧૩૬૫૭ સોદાઓમાં રૂ.૧૧૧૨૪.૯૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૭૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૯૪૪ અને નીચામાં રૂ.૪૪૬૩૦ ના મથાળે અથડાઈ અંતે રૂ.૬૫ ઘટીને રૂ.૪૪૭૯૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ અંતે રૂ.૪૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬૦૩૬ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ અંતે રૂ.૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૭૬ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૦ ઘટીને બંધમાં રૂ.૪૪૭૭૪ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૯૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૬૦૦ અને નીચામાં રૂ.૬૬૫૨૨ ના સ્તરને સ્પર્શી અંતે રૂ.૫ ઘટીને રૂ.૬૭૪૭૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૩ ઘટીને રૂ.૬૭૫૨૪ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧ ઘટીને રૂ.૬૭૫૨૧ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૧૭૦૭૬૯ સોદાઓમાં રૂ.૯૭૬૮.૦૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૬૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૩૯ અને નીચામાં રૂ.૪૬૧૨ બોલાઈ અંતે રૂ.૩૫ ઘટીને રૂ.૪૬૪૫ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૪૬૬૯ સોદાઓમાં કુલ રૂ.૬૭૦.૩૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૦૦૦ અને નીચામાં રૂ.૨૧૭૨૦ સુધી જઈ અંતે રૂ.૧૬૦ ઘટીને રૂ.૨૧૯૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૦૫.૯ ખૂલી, અંતે ૬૦ પૈસા ઘટીને બંધમાં રૂ.૧૧૦૬.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૦ અને નીચામાં રૂ.૯૬૦ રહી, અંતે રૂ.૯૬૦ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫૫ અને નીચામાં રૂ.૧૨૪૯.૫ સુધી જઈ અંતે રૂ.૬.૦૦ ઘટીને રૂ.૧૨૫૨.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૪૩૨૮૨ સોદાઓમાં કુલ રૂ.૫૫૩૭.૫૨ કરોડ ની કીમતનાં ૧૨૩૬૩.૫૨૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૭૦૩૭૫ સોદાઓમાં કુલ રૂ.૫૫૮૭.૪૭ કરોડ ની કીમતનાં ૮૩૧.૯૫૬ ટન, ક્રૂડ તેલમાં ૭૨૦૮૭ સોદાઓમાં રૂ.૫૪૮૫.૮૭ કરોડનાં ૧૧૭૩૦૫૦૦ બેરલ્સ, કોટનમાં ૧૩૯૮ સોદાઓમાં રૂ.૧૩૩.૩૫ કરોડનાં ૬૦૬૨૫ ગાંસડી, સીપીઓમાં ૩૨૫૬ સોદાઓમાં રૂ.૫૩૬.૩૮ કરોડનાં ૪૮૬૫૦ ટન, મેન્થા તેલમાં ૧ સોદાઓમાં રૂ.૧૦.૩૭ લાખનાં ૧.૦૮ ટન, રબરમાં રૂ.૧.૭૯ કરોડ, કપાસમાં ૧૪ સોદાઓમાં રૂ.૫૫.૧૧ લાખનાં ૮૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૪૦૯.૦૧૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૭૬.૦૬ ટન, ક્રૂડ તેલમાં ૪૦૫૦ બેરલ્સ, કોટનમાં ૨૭૭૭૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૦૫૫૦ ટન, મેન્થા તેલમાં ૫૮.૩૨ ટન અને કપાસમાં ૧૭૨ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૫ અને નીચામાં રૂ.૯૧.૫ રહી અંતે રૂ.૯૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૭ અને નીચામાં રૂ.૩૧૫ રહી અંતે રૂ.૩૨૭ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૩૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૨૦ અને નીચામાં રૂ.૧૭૧૫ રહી અંતે રૂ.૧૯૯૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૫.૫ અને નીચામાં રૂ.૧૭૩૫ રહી અંતે રૂ.૧૮૨૧.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૨.૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૮ અને નીચામાં રૂ.૮૦ રહી અંતે રૂ.૮૬.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૮૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૪.૧ અને નીચામાં રૂ.૬૩.૧ રહી અંતે રૂ.૮૪.૨ બંધ રહ્યો હતો.