સીપીઓમાં 40,940 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ બુલડેક્સ ફ્યુચર્સમાં 88 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 196 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,49,319 સોદાઓમાં કુલ રૂ.11,734 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 88 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 196 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 76,916 સોદાઓમાં કુલ રૂ.4,559.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,283ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,399 અને નીચામાં રૂ.49,068ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.89 અથવા 0.18 ટકા ઘટી રૂ.49,109ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.9 અથવા 0.02 ટકા ઘટી રૂ.39,252 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 અથવા 0.14 ટકા ઘટી રૂ.4,840ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,016 ખૂલી, રૂ.78 અથવા 0.16 ટકા ઘટી રૂ.48,897ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,249ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,789 અને નીચામાં રૂ.72,249ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.336 અથવા 0.47 ટકા વધી રૂ.72,335ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.341 અથવા 0.47 ટકા વધી રૂ.72,361 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.337 અથવા 0.47 ટકા વધી રૂ.72,356ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 36,139 સોદાઓમાં કુલ રૂ.2,058.63 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,104ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,171 અને નીચામાં રૂ.5,098ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.43 અથવા 0.84 ટકા વધી રૂ.5,163 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9 અથવા 3.93 ટકા વધી રૂ.238.20ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 4,212 સોદાઓમાં રૂ.530.50 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1317ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1317 અને નીચામાં રૂ.1305ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.2 અથવા 0.15 ટકા ઘટી રૂ.1309.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.24,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.24,270 અને નીચામાં રૂ.23,620ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.370 અથવા 1.53 ટકા ઘટી રૂ.23,850ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1083ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1085.90 અને નીચામાં રૂ.1032ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.49.60 અથવા 4.55 ટકા ઘટી રૂ.1041.20ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.17,207 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.0.30 અથવા 0.03 ટકા ઘટી રૂ.952ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,245 સોદાઓમાં રૂ.2,171.91 કરોડનાં 4,412.294 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 60,671 સોદાઓમાં કુલ રૂ.2,387.13 કરોડનાં 328.807 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ..10 કરોડનાં 16 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 954 સોદાઓમાં રૂ.95.11 કરોડનાં 39,375 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 3,116 સોદાઓમાં રૂ.430.93 કરોડનાં 40,940 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,424.628 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 571.193 ટન, એલ્યુમિનિયમ 16,120 ટન, જસત 14,320 ટન, તાંબુ 12,602.500 ટન, નિકલ 3,424.500 ટન, સીસું 6,905 ટન, ક્રૂડ તેલ 12,91,300 બેરલ્સ અને નેચરલ ગેસ 4,09,03,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 28 ટન, મેન્થા તેલ 55.8 ટન, રબર 213 ટન, રૂ (કોટન) 1,98,225 ગાંસડી, સીપીઓ 67,810 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,823 સોદાઓમાં રૂ.151.92 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 999 સોદાઓમાં રૂ.83.61 કરોડનાં 1,093 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 824 સોદાઓમાં રૂ.68.31 કરોડનાં 897 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,027 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 815 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,267ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,344 અને નીચામાં 15,256ના સ્તરને સ્પર્શી, 88 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 10 પોઈન્ટ અથવા 0.07 ટકા વધી 15,267ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,127ના સ્તરે ખૂલી, 196 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 192 પોઈન્ટ અથવા 1.27 ટકા વધી 15,266ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 9,147 સોદાઓમાં રૂ.778.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.112.70 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.76.36 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.587.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.474.50 ખૂલી, ઊપરમાં રૂ.516 અને નીચામાં રૂ.421 રહી, અંતે રૂ.25.50 અથવા 5.51 ટકા ઘટી રૂ.437.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.72,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,350 ખૂલી, ઊપરમાં રૂ.1,600 અને નીચામાં રૂ.1,331 રહી, અંતે રૂ.265.50 અથવા 22.01 ટકા વધી...