ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ્ઝ માટે યુરોપિયન એનર્જી એક્સચેન્જ સાથે કરાર સોનાના વાયદાના ભાવમાં રૂ.32 અને ચાંદીમાં રૂ.346ની વૃદ્ધિ : કપાસ, કોટન, સીપીઓ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચાર : મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલ વધ્યું મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 91,032 સોદાઓમાં કુલ રૂ.7,693.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.32 અને ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂ.346ની વૃદ્ધિ થઈ હતી. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો, જ્યારે મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 43 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 144 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. દરમિયાન, એમસીએક્સ અને યુરોપિયન એનર્જી એક્સચેન્જ એજી (ઈઈએક્સ)એ ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ પ્રોડક્ટ્સ પર જ્ઞાન અને કુશળતાના આદાનપ્રદાન કરવાના હેતુ સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ કરાર બંને એક્સચેન્જોની વચ્ચે ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ ક્ષેત્રમાં જ્ઞાનની આપલે કરવા સાથે શિક્ષણ અને તાલીમ ક્ષેત્ર તેમ જ કાર્યક્રમોના આયોજનો માટે સહકાર પૂરો પાડશે. ઈઈએક્સ યુરોપનું એક અગ્રણી ઊર્જા એક્સચેન્જ છે, જે વીજળી અને અન્ય ઊર્જા પ્રોડક્ટો માટે તરલ અને પારદર્શક બજારોને વિકસિત, સંચાલિત અને સુરક્ષિતરીતે જોડે છે. વૈશ્વિક બજારોની વિકસતી અને ગતિશીલ પ્રકૃતિને જોતાં, કોમોડિટી બજારોની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ માટે આવો સહકાર મહત્વપૂર્ણ છે, એવું એક્સચેન્જના એમડી અને સીઈઓએ જણાવ્યું હતું. સોમવારે પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 40,070 સોદાઓમાં કુલ રૂ.2,526.53 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,349ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,425 અને નીચામાં રૂ.47,260 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.32 વધી રૂ.47,317ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.37,970 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.4,686ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,500 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,675 અને નીચામાં રૂ.69,353 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.346 વધી રૂ.69,464 બોલાઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 25,273 સોદાઓમાં કુલ રૂ.1,670.18 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,595ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,621 અને નીચામાં રૂ.5,593 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.17 વધી રૂ.5,614 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.70 ઘટી રૂ.276.80 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,504 સોદાઓમાં રૂ.302.52 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,298.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1299 અને નીચામાં રૂ.1295 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 વધી રૂ.1,297.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,200 અને નીચામાં રૂ.16,760 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.16,875ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,020.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1037.80 અને નીચામાં રૂ.1020.40 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.40 વધી રૂ.1028.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.70 ઘટી રૂ.1014.30 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.90 વધી રૂ.24,880 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,005 સોદાઓમાં રૂ.1,436.52 કરોડનાં 3,032.823 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 30,065 સોદાઓમાં કુલ રૂ.1,090.01 કરોડનાં 154.705 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 316 સોદાઓમાં રૂ.28.05 કરોડનાં 11250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 304 સોદાઓમાં રૂ.14.29 કરોડનાં 139.68 ટન, રબરના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.0.42 કરોડનાં 25 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,856 સોદાઓમાં રૂ.259.68 કરોડનાં 25,250 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,056.618 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 409.511 ટન તેમ જ કપાસમાં 48 ટન, કોટનમાં 176275 ગાંસડી, મેન્થા તેલમાં 298.44 ટન, રબરમાં 138 ટન, સીપીઓમાં 81,250 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,061 સોદાઓમાં રૂ.86.41 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 465 સોદાઓમાં રૂ.36.21 કરોડનાં 493 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 596 સોદાઓમાં રૂ.50.20 કરોડનાં 659 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,340 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 745 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,701ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,714 અને નીચામાં 14,671ના સ્તરને સ્પર્શી, 43 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ વધી 14,678ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,200ના સ્તરે ખૂલી, 144 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 90 પોઈન્ટ વધી 15,217ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 8,360 સોદાઓમાં રૂ.793.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.127.58 કરોડ, ચાંદીના કોલ...