સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે સુધારો, ક્રૂડ તેલમાં ઘટાડો કપાસ, કોટન, મેન્થા તેલ, સીપીઓમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ રબરમાં વૃદ્ધિ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,24,668 સોદાઓમાં કુલ રૂ.11,463.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.19 અને ચાંદીમાં કિલોદીઠ રૂ.252નો સુધારો થયો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ઘટાડા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલમાં 12,630 ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 81,840 ટનના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, કોટન, મેન્થા તેલ, સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે રબરમાં વૃદ્ધિ ભાવમાં થઈ હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 101 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 399 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ ખાતે 58,853 સોદાઓમાં કુલ રૂ.3,452.89 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,239 અને નીચામાં રૂ.46,048 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.46,095ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.37,246 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.4,617ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,168 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,672 અને નીચામાં રૂ.61,122 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.252 વધી રૂ.61,329 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.214 વધી રૂ.61,560 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.219 વધી રૂ.61,559 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 18,707 સોદાઓમાં રૂ.3,639.23 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.10 વધી રૂ.230.40 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.35 વધી રૂ.259ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.55 વધી રૂ.729.40 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.40.2 વધી રૂ.1,510.50 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.188ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 30,741 સોદાઓમાં કુલ રૂ.2,486.13 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,336ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,336 અને નીચામાં રૂ.5,283 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.47 ઘટી રૂ.5,304 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5 વધી રૂ.394.50 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 1,269 સોદાઓમાં રૂ.158.37 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,378ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1384 અને નીચામાં રૂ.1374 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 ઘટી રૂ.1,378.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,389ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,650 અને નીચામાં રૂ.17,150 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.226 વધી રૂ.17,538ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,115ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1124.50 અને નીચામાં રૂ.1113 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.10 ઘટી રૂ.1116.80 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.10 ઘટી રૂ.946 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 ઘટી રૂ.25,580 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 12,341 સોદાઓમાં રૂ.1,891.55 કરોડનાં 4,097.542 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 46,512 સોદાઓમાં કુલ રૂ.1,561.34 કરોડનાં 253.839 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.283.61 કરોડનાં 12,395 ટન, જસતના વાયદાઓમાં રૂ.585.02 કરોડનાં 22,800 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,038.44 કરોડનાં 14,280 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,629.45 કરોડનાં 10,897.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.102.71 કરોડનાં 5,500 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 5,472 સોદાઓમાં રૂ.500.95 કરોડનાં 9,44,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 25,269 સોદાઓમાં રૂ.1,985.18 કરોડનાં 5,06,36,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 71 સોદાઓમાં રૂ.4.98 કરોડનાં 1950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 286 સોદાઓમાં રૂ.11.85 કરોડનાં 124.2 ટન, રબરના વાયદાઓમાં 53 સોદાઓમાં રૂ.1.16 કરોડનાં 67 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 854 સોદાઓમાં રૂ.140.24 કરોડનાં 12,630 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,394.450 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 683.578 ટન, એલ્યુમિનિયમમાં 16,175 ટન, જસત વાયદામાં 9,700 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,8250 ટન, નિકલ વાયદામાં 2,7870 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,220 ટન, ક્રૂડ તેલમાં 4,63,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,63,50,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 53600 ગાંસડી, મેન્થા તેલમાં 481.68 ટન, રબરમાં 85 ટન, સીપીઓમાં 81,840 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે પ્રથમ સત્ર સુધીમાં 1,759 સોદાઓમાં રૂ.170.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 542 સોદાઓમાં રૂ.40.50 કરોડનાં 586 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,217 સોદાઓમાં રૂ.129.93...