સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૩,૪૬૨.૬૭ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૫,૩૭૪ સોદામાં રૂ.૧૩,૪૬૨.૬૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૧૨૧૪ સોદાઓમાં રૂ.૬૪૬૯.૩૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૮૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૦૭૮ અને નીચામાં રૂ.૫૦૭૬૬ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૧ ઘટીને રૂ.૫૦૯૭૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૯૫૨ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૫૧ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૮ ઘટીને બંધમાં રૂ.૫૧૦૩૮ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૪૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૯૭૮ અને નીચામાં રૂ.૬૨૧૨૬ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૭ ઘટીને રૂ.૬૨૬૭૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૪૧૯ ઘટીને રૂ.૬૨૬૮૬ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૪૨૪ ઘટીને રૂ.૬૨૬૮૧ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૫૩૮૭ સોદાઓમાં રૂ.૩૨૮૬.૫૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૮૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૫૩ અને નીચામાં રૂ.૨૮૮૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫ વધીને રૂ.૨૯૪૪ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૧૩૬ સોદાઓમાં કુલ રૂ.૨૧૫.૪૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૮૯૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૦૪૦ અને નીચામાં રૂ.૧૮૮૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦ વધીને રૂ.૧૯૦૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૯૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૭.૪ વધીને બંધમાં રૂ.૭૯૮.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૪૪.૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૦.૮ અને નીચામાં રૂ.૯૪૩.૨ રહી, અંતે રૂ.૯૪૬.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૭૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૮૨.૫ અને નીચામાં રૂ.૧૦૭૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ વધીને રૂ.૧૦૮૧.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૮૫૧૯ સોદાઓમાં કુલ રૂ.૩૩૧૧.૬૨ કરોડ ની કીમતનાં ૬૫૦૦.૪૬૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૨૬૯૫ સોદાઓમાં કુલ રૂ.૩૧૫૭.૭૨ કરોડ ની કીમતનાં ૫૦૪.૦૯ ટન, ક્રૂડ તેલમાં ૨૫૬૧૪ સોદાઓમાં રૂ.૧૧૫૮.૯૬ કરોડનાં ૩૯૬૮૫૦૦ બેરલ્સ, કોટનમાં ૨૪૨ સોદાઓમાં રૂ.૧૫.૨૫ કરોડનાં ૮૦૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૮૩૮ સોદાઓમાં રૂ.૧૯૬.૪૮ કરોડનાં ૨૪૬૬૦ ટન, મેન્થા તેલમાં ૧૭ સોદાઓમાં રૂ.૨.૪૫ કરોડનાં ૨૫.૯૨ ટન, કપાસમાં ૩૯ સોદાઓમાં રૂ.૧.૨૩ કરોડનાં ૨૨૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૭૯૦.૦૬૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૩૦.૭૨૯ ટન, ક્રૂડ તેલમાં ૪૨૧૯ બેરલ્સ, કોટનમાં ૨૮૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૩૨૨૦ ટન, મેન્થા તેલમાં ૧૫૪.૪૪ ટન અને કપાસમાં ૪૨૮ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૦૫ અને નીચામાં રૂ.૫૪૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૯૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૩૭.૫ અને નીચામાં રૂ.૧૦૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૧૩.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૪૯ અને નીચામાં રૂ.૩૩૩૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪૨૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૨૦ અને નીચામાં રૂ.૧૭૮૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૯૬ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૫ અને નીચામાં રૂ.૧૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૫૧.૯ ખૂલી, ઊપરમાં રૂ.૫૯ અને નીચામાં રૂ.૩૬.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮.૧ બંધ રહ્યો હતો.