જીગ્નેશ દાદા (રાધે રાધે)ની શ્રીમદ્ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટ્યાહળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે ચાલતી જીગ્નેશ દાદા (રાધે રાધે) ની શ્રીમદ્ ભાગવત સપ્તાહના આજે છઠ્ઠા દિવસે હજારોની સંખ્યામાં શ્રોતાઓએ કથાનું રસપાન કર્યું હતું અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો આજે મંગળવારે રાત્રે યોજનાર ભવ્ય લોક ડાયરામાં સુપ્રસિદ્ધ રાજભા ગઢવી અને મનીષ આહીર હાજર રહેશે.મયુરનગર ગામે ત્રિભોવનદાસ ત્રીકમજી જોબનપુત્રા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાના વક્તા જીગ્નેશ દાદા (રાધે રાધે) દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે.ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રીના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.ભાગવત સપ્તાહના આજે છઠ્ઠા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવી અને મનીષ આહીર હાજર રહેશે આ લોક ડાયરામાં સૌ ધર્મ પ્રેમી જનતાને હાજર રહેવા જોબનપુત્રા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.