ઇડનહિલ ખાતે યોજાયેલ આ શપથ સમારોહમાં શહેરના અગ્રણીઓ સહિત નેશનલના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિતમોરબી : ઇડનહિલ ખાતે તાજેતરમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબનો 2024-25 વર્ષનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહમાં સતત બીજા વર્ષે પ્રેસિડેન્ટ તરીકે મયુરીબેન કોટેચાએ શપથ લીધા હતા.ઇન્ડિયન લાયોનેસ કલબમાં ટીમમાં વાઈસ પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયા, જોઈન્ટ વાઇસ પ્રેસિડન્ટ પુનમબેન હીરાની અને કામિની સિંગ, સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ જોઈન્ટ, સેક્રેટરી મનિષાબેન ગણાત્રા અને પાયલબેન આસાર, ટ્રેઝરર, હીનાબેન પંડ્યા પોઇન્ટ ટ્રેઝર કોમલબેન આચાર્ય, સુનિતાબેન દોશી અને અન્ય મેમ્બરોએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં શહેરના અગ્રણીઓ ભાજપના જયરાજસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ ભાજપ કાજલબેન ચંડીભમર, નીલકંઠ સ્કૂલ અને તપોવન સ્કૂલના વ્યવસ્થાપક જીત વડસોલા, દિલ્હી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ સીમાબા જાડેજા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં નેશનલના હોદ્દેદારોમાંથી શપથ ગ્રહણ પુરોહિત તરીકે રેખાબેન ચૈટરજી, પાસ્ટ નેશનલ કો ચેર પર્સન, ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વિશેષ પાસ્ટ નેશનલ સેક્રેટરી દર્શનાબેન ભટ્ટ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભના બા ઝાલા, મયુરભાઈ સોનીએ હાજરી આપી હતી. આ સાથે પાસ્ટ કો ચેરમેન ધીમંતભાઈ શેઠએ આશીર્વાવચન આપ્યા હતા. ક્લબ મેમ્બર્સએ મોટી સંખ્યામાં હાજરી આપી આ શપથ ગ્રહણ સમારોહની ભવ્યાતી ભવ્ય રીતે ઉજવણી કરી હતી.