મોરબીઃ મયુર નેચર ક્લબ મોરબીના પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયાના પત્ની સ્વર્ગસ્થ મધુબેન ઉટવાડિયાની પુણ્ય સ્મૃતિમાં ગઈકાલે મોરબીમાં તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ મધુબેન ઉટવાડિયાની પુણ્ય સ્મૃતિમાં મયુર નેચર ક્લબ તેમજ વન વિભાગના સૌજન્યથી તારીખ 7 નવેમ્બર ને સોમવારના વરિયા મંદિર, વરિયા પ્રજાપતીની વાડી, સો ઓરડી. મોરબી ખાતે બપોરે 3 થી 6 કલાક દરમિયાન વિવિધ રોપાનું વિતરણ કરાયું હતું. મોટી સંખ્યામાં લોકોએ અહીંયાથી રોપા લીધા હતા અને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લીધો હતો.