મોરબી : લખધીરવાસ ચોક, મોરબી ખાતે મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પ્રથમ દિવસે જ વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાશ્રમના વડીલો માટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો મોરબીની જનતાને દર્શનનો લાભ લેવા જણાવાયું છે.