શહેરીજનોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા મહાનગરપાલિકા કટિબદ્ધ: વોર્ડ નં. 3, 4 અને 5 ના નાગરિકોને મળશે મોટો લાભમોરબી : મોરબી શહેરના નાગરિકોને ભવિષ્યમાં વધુ સુવ્યવસ્થિત, નિયમિત અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી નવી વોટર લાઇન કામગીરીનું આજે મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સંબંધિત વિભાગના ઇજનેરોની ઉપસ્થિતિમાં સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઈઆ નિરીક્ષણ દરમિયાન શહેરના વિવિધ મહત્વના વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં લખધીરપુર રોડ, જેટકો સ્ટેશન રોડ, પનેલી તળાવ વિસ્તાર, શોભેશ્વર વિસ્તાર, ફિલ્ટર રોડ આ તમામ સ્થળો પર ચાલી રહેલી વોટર લાઇનની કામગીરી ઝડપી ગતિએ અને ઉચ્ચ ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે મેયરે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.પાણીની સમસ્યાનું આવશે કાયમી નિરાકરણઅત્યાર સુધી કેટલાક વિસ્તારોમાં ડેમમાંથી મળતા પાણીના પુરવઠા પર આધાર રાખવો પડતો હતો. હવે મહાનગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવી રહેલા આધુનિક ફિલ્ટર પ્લાન્ટ, નવા વોટર સ્ટોરેજ અને સુદ્રઢ પાણી પુરવઠા માળખાના કારણે શહેરના પાણી વિતરણમાં નોંધપાત્ર સુધારો થશે. ખાસ કરીને મહેન્દ્રનગર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ થશે, જેના પરિણામે લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ફિલ્ટર હાઉસ આધારિત આધુનિક પાણી પુરવઠા યોજના હેઠળ ખાસ કરીને વોર્ડ નં. 3, 4 અને 5 ના નાગરિકોને નિયમિત, પૂરતા દબાણ સાથે અને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે. વર્ષોથી પાણી પુરવઠા અંગે ઊભી થતી સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે તેમજ ભવિષ્યમાં વધતી વસતિને ધ્યાનમાં રાખીને પણ આ યોજના અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.મેયર ઉત્તમ સુરાણીનું નિવેદનમેયરે જણાવ્યું હતું કે 'મોરબી મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. શહેરના વિકાસને અનુરૂપ આધુનિક પાણી પુરવઠા વ્યવસ્થા ઉભી કરવા માટે સતત આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટ મોરબીના પાણી પુરવઠાને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.'આ સ્થળ નિરીક્ષણ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મહાનગરપાલિકાના અધિકારીઓ, ઇજનેરો તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMahanagarpalika #WaterProject #Development #PublicInfrastructure #MorbiCity #WaterSupply