ટ્રાફિકથી ભરેલા રસ્તા ઉપર હોર્નની બઘડાટી સાથે પુરપાટ ઝડપે નીકળેલા આઇસર ચાલકને જાગૃત લોકોએ ઝડપી લઈ પોલીસ હવાલે કર્યોહળવદ : હળવદ આજે ધોળે દહાડે નશામાં ચૂર બની આઇસર ચાલક હોર્નની ઘરેરાટી સાથે બેફામ બનીને નીકળતા અનેક લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જો કે કેટલાક જાગૃત લોકોએ હિંમત દાખવી આ નશાખોર શખ્સને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આજે બપોરના સમયે Gj-1- dy -9812 નંબરના આઇસર ચાલકે નશામાં ચૂર બની પોતાનું આઇસર બમબાટ સ્પીડે દોડાવી હોર્નનો દેકારો કરી મુકતા મુખ્ય રોડ ઉપર સન્નાટો છવાઈ ગયો હતો અને લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે કેટલાક જાગૃત લોકોએ હિંમત કરી આ આઇસર ટ્રકનો પીછો કરી નશામાં ધૂત બનેલા વારાહી ગામના આઇસર ચાલક અતુલ શંકરભાઈ નામના શખ્સને ઝડપી લઈ પોલીસને હવાલે કરી નશાનું ભૂત ઉતાર્યું હતું.