સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી વરિયાળી અને સોયાબીનની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.27 મે ના રોજ સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી વરિયાળી અને સોયાબીન ની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 101 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.420 અને ઊંચો ભાવ રૂ. 466, તલની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1400 અને ઊંચો ભાવ રૂ. 1880,રાય 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1113 અને ઊંચો ભાવ રૂ.115પ,મગફળી (ઝીણી)ની 68 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ. 1240, જીરુંની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2440 અને ઊંચો ભાવ રૂ.3980,બાજરોની 39 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.345 અને ઊંચો ભાવ રૂ.457,રાયડોની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1160 અને ઊંચો ભાવ રૂ. 1188,તુવેરની 24 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.835 અને ઊંચો ભાવ રૂ.1105 છે. વધુમાં,અડદની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.695 અને ઊંચો ભાવ રૂ.1237,ચણાની 174 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.500 અને ઊંચો ભાવ રૂ.812,એરંડાની 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1473 અને ઊંચો ભાવ રૂ.1515,ગુવાર બીની 99 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1094 અને ઊંચો ભાવ રૂ.1150,વરિયાળીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1584 અને ઊંચો ભાવ રૂ.1600,સોયાબીન 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ.1100 છે.