સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સુવાદાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.11 મે ના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સુવાદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 52 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1750 અને ઊંચો ભાવ રૂ. 2450,ઘઉંની 534 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 474 અને ઊંચો ભાવ રૂ.518,તુવેરની 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 942 અને ઊંચો ભાવ રૂ. 1104,મગફળી (ઝીણી)ની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1150 અને ઊંચો ભાવ રૂ. 1260, જીરુંની 115 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2480 અને ઊંચો ભાવ રૂ.4024,સુવાદાણાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1216 અને ઊંચો ભાવ રૂ.1217,મેથીની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.922 અને ઊંચો ભાવ રૂ. 986,ધાણાની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1845 અને ઊંચો ભાવ રૂ.2015 છે. વધુમાં,અડદની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ.1196,ચણાની 201 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.850 અને ઊંચો ભાવ રૂ. 884,એરંડાની 152 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1400, ગુવાર બીની 16 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1060 અને ઊંચો ભાવ રૂ. 1070,કલોન્જીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1800 અને ઊંચો ભાવ રૂ.2451,રાયની 37 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1181 અને ઊંચો ભાવ રૂ. 1235,રાયડોની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1176 અને ઊંચો ભાવ રૂ.1245 છે.