મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 24 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, તુવેર, ચણા, કાળા તલ, સોયાબીન, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 640 ક્વિન્ટલ એટલે કે 3200 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1485 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 677, તલના 1565, જીણી મગફળીના પ્રતિમણ 1080, જીરુંના 3904, તુવેરના 1464, સોયાબીનના 738, ચણાના 1051, રાયના 1149, રાયડાના 1052 અને કાળા તલના 4194 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 900 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.