મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 28 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ, ચણા, એરંડા, ગુવાર બી અને કળથી સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 921 ક્વિન્ટલ એટલે કે 4605 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતિમણના સૌથી ઉંચા રૂપિયા 1482 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 93 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 665, તલના 2192, જીણી મગફળીના પ્રતિમણ 1206, જીરુંના 4034, બાજરાના 595, અડદના 1200, ચણાના 1100, એરંડાના 1228, ગુવાર બીના 968 અને કળથીના 841 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ ખેડૂતોને ઉપજ્યા છે.