મોરબી : મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકો દ્વારા ગઈકાલે મહારાષ્ટ્ર રાજ્યના જાલના (મુળ ચોરપાગરા નિવાસી)ના પુલવામામાં શહીદ થયેલ જવાન નિતિન શિવાજી રાઠોડના પરિવારની મુલાકાત લિધિ હતી. મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્વયંસેવકો ગઈકાલના રોજ મહારાષ્ટ્રના શહીદ જવાન નીતિન રાઠોડના નિવાસસ્થાને પહોચ્યા હતા. ત્યાં તેમના ધર્મપત્ની, 10 વર્ષનો દીકરો પિયુષ અને 7 વર્ષની દીકરી પ્રાચીની મુલાકાત લીધી હતી. તેમના દીકરા તથા દીકરીને મોટા થઈને શું બનશો એવો સવાલ પૂછવામાં આવતા દીકરાએ પાયલોટ અને દીકરીએ પિતાની જેમ સીઆરપીએફ જવાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આ પરિવારને મળી શહીદને શ્રધ્ધાસુમન અર્પણ કરી તથા આથિઁક યોગદાન આપવામાં આવ્યું હતું. મોરબીથી કુલ 6 દિવસ ને આશરે 3400 કિલોમીટરનો પ્રવાસ કાર્ય બાદ મહારાષ્ટ્રથી ટ્રસ્ટના સ્વયંસેવકો મોરબી પરત આવવા માટે નીકળ્યા હતા. મહારાષ્ટ્રથી મોરબી ૯૭૦ કિલોમીટર છે. આ કાર્ય માટે મોરબી તથા ગુજરાતમાંથી આથિઁક યોગદાન ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું તેમજ અનેક રાષ્ટ્રભક્તોએ આ કાર્ય કરવા માટે ખૂબ જ સહકાર આપ્યો હતો.આથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આ મદદરૂપ થનાર લોકોને ટ્રસ્ટ ઉપર ભરોસો મુકવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne