આચાર્ય આર્યનરેશજીના હસ્તે પ્રકલ્પ શરૂ થશે, જેમાં લોકો જરૂરિયાતની વસ્તુઓ આપી શકશે : મહાનાટક જાણતારાજાના કાર્યાલયનો પણ શુભારંભ કરાશેમોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા “સેવા પરમો ધર્મ” સૂત્ર સાર્થક કરવા “માનવતા' નામથી એક પ્રકલ્પ તથા છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃતાંત આધારિત મહાનાટક જાણતારાજાના કાર્યાલયનો શુભારંભ આજે રવિવારે રાત્રે 8:30 કલાકે દુકાન નં:57, કેપિટલ માર્કેટ, લીલાપર કેનાલ રોડ,મોરબી ખાતે આચાર્ય આર્યનરેશજીના હસ્તે કરવામાં આવશે. આ માનવતા પ્રકલ્પમાં ઘરમાં રહેલી તેમજ ઉપયોગમાં ન લેતા હોય તેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ, બાળકોના પુસ્તકો, રમકડાં જેવી અનેક વસ્તુઓ માતૃભૂમિ કાર્યાલયમાં જમા કરાવી જેથી તે વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. 'સેવા પરમો ધર્મ” તેમજ માનવ સેવા એજ સાચી સેવા જેવા સુત્રોને સાર્થક કરવા આ કાર્યક્રમનું પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી લોકોએ સહ પરિવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ બિન જરૂરી વસ્તુઓ સાથે લાવી દાન આપી આજના કાર્યક્રમનો પ્રારંભ કરાવવા વિનંતી કરાઈ છે. વધુ માહિતી માટે મો. નં. 9429912489 પર સંપર્ક કરી શકાશે.