મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મોરબી દ્વારા 'માતૃશક્તિ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વભરમાં તા. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થાય છે. એના ભાગરૂપે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 'માતૃશક્તિ વંદના કાર્યક્રમ'નું આયોજન કરેલ છે. જેમાં સંઘર્ષ કરી સ્વબળે આગળ વધી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરનાર તેમજ સામાજિક સેવામાં યોગદાન આપી અન્ય માટે પ્રેરણારૂપ બનેલ માતૃ શક્તિને સન્માનિત કરવામાં આવશે. અને જાણીતા મહિલા વક્તા શબ્દપુષ્પ દ્વારા સંબોધિત કરશે અને જાણીતા નારીરત્નોના જીવન કવનનું વર્ણન કરીને માતૃશક્તિને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપશે. વાંકાનેર તાલુકામાં તા. 06/03/2021ના રોજ સવારે 11.30 વાગ્યે કે. કે. શાહ કન્યા વિદ્યાલય, મોરબી તાલુકામાં જુના શીશુમદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, તા. 07/03/2021ના રોજ બપોરે 4.00 કલાકે ટંકારા તાલુકામાં કન્યા શાળા ટંકારા ખાતે, તા. 07/03/2021ને રવિવારના રોજ બપોરે 4.00 વાગ્યે યોજાશે. તો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહિલાઓને સંઘ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.