અગ્રણી ઉદ્યોગપતિ ક્લીન પ્રોડક્ટ્સ વાળા અશોકભાઈ ખન્ના પરિવાર દ્વારા કૃષ્ણજન્મોત્સવ નિમિતે મહાપ્રસાદનુ આયોજન મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આજે જન્માષ્ટમી નિમિત્તે રાત્રે ૧૧ કલાકે શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તેમજ કૃષ્ણ ભક્તો માટે ફરાળ મહાપ્રસાદ તથા મટકીફોડના કાર્યક્રમનુ અનેરૂ આયોજન કરવામા આવેલ છે. જેમાં મોરબી ના અગ્રણી ઉદ્યોગપતિ ક્લીન પ્રોડટ્સ વાળા અશોકભાઈ ખન્ના પરિવાર તરફ થી ફરાળ મહાપ્રસાદ યોજાશે. દરેક જલારામ ભક્તો તેમજ શ્રીકૃષ્ણભક્તોને સમયસર પધારવા, ફરાળ મહાપ્રસાદ ગ્રહણ કરવા તેમજ મટકીફોડ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને વધાવવા ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.