16 ઓગસ્ટ 2025 ને શનિવારના રોજ રથયાત્રા, રાસ ગરબા, મટકી ફોડ અને સમૂહ ફરાળનું આયોજનમાળિયા (મિયાણા) : નાનાભેલા ખાતે શ્રી રામેશ્વર ઢોલ-ત્રાસા યુવા મંડળ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 'મટકી ફોડ' અને 'ભવ્ય રથયાત્રા' જેવા કાર્યક્રમો યોજાશે.16 ઓગસ્ટ ને શનિવાર, શ્રાવણ વદ આઠમના રોજ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સવારે 8-30 કલાકે શ્રી રામજી મંદિર ચોકથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે. તેમજ બપોરે 11 કલાકે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રાસ ગરબાનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 12 કલાકે મટકી ફોડનો ભવ્ય ઉત્સવ ઉજવાશે. આ ઉપરાંત બપોરે 1 વાગ્યે શ્રી રામેશ્વર સમાજ વાડીમાં સમૂહ ફરાળનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કલાકાર તરીકે હરેશદાન ગઢવી અને અવની ગોસ્વામી પોતાની કલા પ્રસ્તુત કરશે. તેમજ હર્ષિલ ભાવેશભાઈ કાવર બાળ કૃષ્ણની ભૂમિકા ભજવશે. આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પરિવાર સહિત પધારી ભક્તિનો અનેરો આનંદ માણવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.