મોરબી : હળવદના માથક ગામે આજે ખેતરમાં કપાસના પાકને દવા છાંટતી વખતે દવા છાતી રહેલા ખેત મજુર વિજય કરશનભાઇ રાઠવા (ઉ.વ.25) મુળ: ગણેશા,તાઃકવાંટ (છોટાઉદેપુર) હાલ: માથક ,તા:હળવદ વાળાને દવાની ઝેરી અસર થઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.