મોરબી : ભરતનગર પ્રાથમિક શાળામાં તારીખ 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન તથા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 ના 77 બાળકો દ્વારા 37 વિજ્ઞાનની કૃતિઓ તથા ધોરણ 3 થી 5 ના 56 બાળકો દ્વારા 48 જેટલી વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને નિહાળવા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. ગામ લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમમાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીઓને ગામના અગ્રણી એવા કાંતિભાઈ માકાસણાએ શૈક્ષણિક કિટ ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.