વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ પ્રખ્યાત માટેલધામ નજીક આવેલ માટેલિયો ધરો આજે ઓવરફ્લો થયો છે. સમગ્ર પંથકમાં ગત રાત્રીમાં સારો વરસાદ થતાં આ ધરામાં પાણીની ભારે આવક નોંધાઈ હતી. જેને કારણે આ સીઝનમાં બીજી વખત માટેલિયો ધરો ઓવરફ્લો થયો છે.