મોરબીના બાળ સુરક્ષા એકમ આયોજિત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાયા મોરબી : મોરબી બાળ સુરક્ષા એકમ દ્વારા માટેલમાં ખોડિયાર માતાજીના મંદિરે બાળકોના કાયદાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શનાર્થીઓને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. મોરબીના બાળ સુરક્ષા એકમ દ્વારા માટેલ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે બાળ સુરક્ષા યોજના, બાળ અધિકારો, બાળ મજૂરી અને બાળકોના કાયદાઓ અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના ઇશાબેન સોલંકી, ખ્યાતિબેન પટેલ, રંજનબેન મકવાણા, સમીરભાઇ લધડ, અરવિંદભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, હિમાંશુભાઈ જાની, વિશાલભાઈ રાઠોડ અને અભિજીતભાઈ જાડેજા તેમજ ખોડિયાર માતાજી મંદિરના સંચાલકે હાજર રહી યોજનાકીય કીટ અને નાસ્તાનું વિતરણ કર્યું હતું. અહીં દર્શનાર્થે આવેલ લોકોએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.