ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે આદિવાસી ખેત શ્રમિકના માસૂમ બાળકનું પાણી ભરેલા વોકળામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે જગદીશભાઈ લાલજીભાઈની વાડીએ ખેત મજૂરી કરવા આવેલા શ્રમિક પરિવારના દિપક ખેલુભાઇ અજનાર (ઉ.વ.8) નામના બાળકનું વાડીની પાછળ આવેલા વોકળામા ડુબી જતા સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..