મોરબી : મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબી મસ્તી સ્ટ્રીટ કાર્યક્રમનું સરદાર બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શેરી રમતો બાળકોથી માંડી વૃદ્ધોને રમાડવામાં આવશે, આ કાર્યક્રમમાં સર્વે મોરબી વાસીઓ વધુને વધુ ભાગ લે તે માટે પણ મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા અપીલ કરાઈ છે.મોરબી મસ્તી સ્ટ્રીટ કાર્યક્રમ તા.28/12/2025ને રવિવારે સવારે 7:30 કલાકે, સરદારબાગ, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા બાળકથી માંડી વૃદ્ધો માટે બાળપણની રમતો અને યાદો તાજી કરવા માટે શેરી રમતો જેમકે લંગડી, ધમાલ્યો ધોકો, કોથળા દાવ, લીંબુ ચમચી, આંધળો પાટો, ભમરડો, જેવી અનેક શેરી રમતો રમાડવામાં આવશે. સ્પર્ધકો માટે કોઈપણ જાતનો એન્ટ્રી ચાર્જ રાખવામાં આવ્યો નથી.