ખેતરમાં પરમિશન વગર વીજ થાંભલા નાખવાના વિરોધમાં ખેડૂતો લાલઘૂમમોરબી : મોરબીના જેતપર ગામના ખેડૂતોએ અદાણી કંપની અને તંત્રની મનમાની સામે મોરચો માંડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડૂતોના ખેતરમાં કોઈપણ પ્રકારની પરમિશન વગર થાંભલા નાખતી વીજ કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજવાનું એલાન આપ્યું છે.આપના નેતા પંકજભાઈ રાણસરિયાએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે વીજ કંપનીના આ કૃત્યના વિરોધમાં અને પોતાનો હક માંગવા માટે આવતીકાલે 10/06/2026 ના રોજ જેતપરના ખેડૂતો દ્વારા એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેક્ટર રેલી જેતપરથી શરૂ થઈને મોરબી કલેક્ટર કચેરી સુધી જશે અને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવશે. 'અમારો હક્ક અમને આપો' અને 'આપણી એકતા આપણી તાકાત' ના બેનર હેઠળ ખેડૂતો એકજૂથ થયા છે. વીજ કંપનીના અત્યાચારો સામે જેતપરના ખેડૂતોનું આ આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનવાની પૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે.#MorbiUpdate #Morbi #Jetpar #FarmersProtest #TractorRally #MorbiNews #GujaratFarmers #MorbiCollectorOffice