બિલ બનાવ્યા વગર જ બારોબાર કોલસાનો થતો હતો કાળો કારોબાર, પાંચેક પેઢીઓ ઝપટે ચડીમોરબી : તાજેતરમાં મોરબી નજીક ગાળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ કોલસાનો કાળો કારોબાર ઝડપી લીધા બાદ સ્ટેટ જીએસટીની ટીમોએ સપાટો બોલાવી પાંચેક જેટલી પેઢીઓમાં દરોડા પાડી મોટા પાયે ટેક્સ ચોરી ઝડપી લીધી છે.સ્ટેટ જીએસટી વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી શહેર નજીક આવેલ કોલસાની પાંચેક પેઢીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આ તમામ સ્થળોએ બિલ વગર મોટા પ્રમાણમાં કોલસાનો વેપાર કરવામાં આવતો હોવાનું સામે આવતા સ્ટેટ જીએસટી ટીમોએ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે. કોલસાના આ કાળા કારોબારમાં મોરબીની નામાંકિત પેઢીઓના કરતૂતો ખુલ્લા પડ્યા છે અને સ્ટેટ જીએસટી દ્વારા કરચોરીનો અંદાજો મેળવવા કાર્યવાહી ચાલુ હોવાનું અને હવે કરચોરીનો આંકડો સ્પષ્ટ બનશે.