વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક જીઆઈડીસીમાં સિરામિક ફેકટરીમાં વિકરાળ આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. હાલમાં વાંકાનેર ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી છે ઉપરાંત મોરબી ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવતા એક ગાડી રવાના કરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક જીઆઇડીસીમા આવેલ એક્યુટોપ સિરામિક ફેકટરીમાં આગ લાગતા હાઇવે ઉપરથી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. આગની ઘટના અંગે વાંકાનેર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. જો કે આગ વિકરાળ હોય મોરબી ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવતા મોરબી ફાયર બ્રિગેડની એક ગાડી રવાના થઈ હોવાનું જાણવા મળે છે.