હાઈવે પર ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, આગ એટલી વિકરાળ કે નજીકથી પસાર થવું પણ મુશ્કેલ, રાજકોટની ફાયર ટિમ દ્વારા આગ ઓલવવાના પ્રયાસો શરૂમોરબી : મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાના છતર ગામ પાસે આજે રોડ ટચ આવેલા એક ભંગારના ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો માટે નજીકથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા હતા.ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળથી રાજકોટ માત્ર 15 કિલોમીટરના અંતરે હોવાથી, રાજકોટ ફાયર વિભાગની ટીમ તુરંત જ આગ પર કાબુ મેળવવા માટે રવાના થઈ હતી. ગામના અગ્રણી રસિકભાઈના જણાવ્યા મુજબ, હાલ રાજકોટ ફાયર વિભાગની 1 ગાડી ઘટનાસ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી રહી છે.આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ છે ફાયર વિભાગની ટીમ સતત પાણીનો મારો ચલાવી રહી છે. ભંગારના ડેલામાં આ આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી સામે આવી નથી. હાલ રાજકોટની ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.#MorbiUpdate #Tankara #FireAccident #MorbiRajkotHighway #RajkotFireBrigade #MorbiNews #Chhatragam