કલર શોપ વિભાગમાં કેમિકલના કારણે આગ ભભૂકી હોવાનું અનુમાન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ફાયર વિભાગની કામગીરી ચાલુમોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ વર્લ્ડ ગિફ્ટ નામની ફેક્ટરીમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીના કલર શોપ વિભાગમાં કેમિકલ રાખેલું હોવાથી હીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.બનાવ સમયે સ્ટાફ ત્યાં કામ કરી રહ્યો હતો, પરંતુ આગની જાણ થતાં જ તે તાત્કાલિક નીચે ઉતરી જતા સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી. ફેક્ટરીમાં કલરના અંદાજે 60 લીટર જેટલા ડબલાઓ હોવાના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ભીષણ આગ ગ્રાઉન્ડ, 1 અને 2 માળ સુધી ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને 2 માળે આવેલા આખા શેડ જેવા ભાગને આગે પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.આગ લાગતા જ નીચે કામ કરતા અન્ય કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બનાવની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FireIncident #WorldGiftFactory #LatiPlot #FireBrigade