મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગકાર અને સામાજિક અગ્રણી ગોવિંદભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી ટાઉન ખાતે ભીલ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભીલ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. આ પ્રસંગે મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ મહારાણા પ્રતાપના વંશજ અને મેવાડ સ્ટેટના મહારાજા વિશ્વરાજજી સાથે મુલાકાત કરી હતી.