ટંકારા: ટંકારામાં આવેલ બાબરીયા સુરાપુરા ધામ ખાતે આવતીકાલે તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોળી ઠાકોર બાબરીયા પરિવાર દ્વારા ૨૬ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા આયોજિત અને દાતા દીપકભાઈ ભનુભાઈ બાબરીયાના મુખ્ય યજમાન પદે આ રૂડો અવસર ઉજવાશે. ટંકારાના ટોળ-અમરાપર રોડ પર, નદીના કાંથે આવેલ શ્રી સુરાપુરા ધામ ખાતે આ કાર્યક્રમ યોજાશે.આ સમૂહ લગ્નમાં દીકરીઓને સોના-ચાંદીના દાગીના, ફર્નિચર (કબાટ, શેટી), ઘરવખરી અને અન્ય જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટ આપવામાં આવશે. મુખ્ય દાતા દીપકભાઈ ભનુભાઈ બાબરીયા તરફથી વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગે લતાબેન ઠાકોર અને તેમના ગ્રુપ દ્વારા લગ્નગીતોની રમઝટ બોલાવવામાં આવશે અને જાણીતા વક્તા મનીષભાઈ વઘાસીયા જીવન પંથની વાતો રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 'ચામુંડા સ્ટુડિયો રાજકોટ' દ્વારા કરવામાં આવશે. આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે સમસ્ત જ્ઞાતિજનોને પધારવા બાબરીયા પરિવાર સુરાપુરા ધામ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની રૂપરેખા:● જાન આગમન: સવારે ૬:૩૦ કલાકે● સામૈયા: સવારે ૭:૧૫ કલાકે● હસ્ત મેળાપ: સવારે ૧૦:૧૫ કલાકે● ભોજન પ્રસાદ અને આશીર્વચન: બપોરે ૧૧:૦૦ કલાકે● વિદાય: બપોરે ૧:૩૦ કલાકેસંતો-મહંતો અને અતિથિ વિશેષ:આ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે પ.પૂ. શ્રી ચૈતન્યનાથ મહારાજ (જય વેલનાથ, રાજકોટ), મહંત શ્રી ભારતીબાપુ, મહંત શ્રી ભરતબાપુ અને મહંત શ્રી વાઘજીભગત ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકીય અને સામાજિક અગ્રણીઓ જેમ કે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ધર્મેશભાઈ ઝંઝવાડીયા સહિતના મહાનુભાવો હાજરી આપશે.