દેશભરમાં સૂર્યનમસ્કાર દિવસે 75 કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક મોરબી : ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર દ્વારા આગામી તા.7ના રોજ સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવામાં આવશે.જેમાં સ્વતંત્રતાની રાષ્ટ્રવંદના માટે 75 કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. મોરબીની ક્રીડા ભારતી-સાર્થક શાળામાં આગામી તા.7ને સોમવારના રોજ સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે.જે અંર્તગત સ્વતંત્રતાની રાષ્ટ્રવંદના માટે 75 કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ દિવસે સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે અને હાલ સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.શરીર માટે સર્વાંગી પણે ઉપયોગી સૂર્ય નસ્કાર અંગેની માહિતી આપવામાં આવશે.ધો.6 થી 9 માંથી પ્રત્યક્ષ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે.શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના સમગ્ર સ્ટાફ,વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્ય નમસ્કાર કરવા માટે આહવાન આપ્યું છે.