મોરબી : મોરબીમાં યુવા હિન્દુ સંગનઠન દ્વારા યુવાનોને જીવનનો મર્મ સમજાવવાની પહેલના ભાગરૂપે મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ મહિનાના પ્રથમ શનિવારે મોરબી યુવા હિન્દુ સંગઠન દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. હનુમાન ચાલીસામાં જીવનનું પરમ સત્ય સમાયેલું હોવાથી યુવાનોમાં હનુમાન ચાલીસાનું પઠન થાય તે જરૂરી હોય યુવા હિન્દુ સંગઠન દ્વારા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે બેંક ઓફ બરોડાવાળી ગલીમાં ખારા કુવા હનુમાન મંદિરે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું હતું.