ખરાબ રોડ અને તૂટેલા નાલા અંગે અનેક રજૂઆતો કરી છતાં પરિણામ ન મળતા આસપાસની સોસાયટીના રહીશો રસ્તા ઉપર ઉતર્યામોરબી : મોરબીમાં થોડા દિવસોથી શાંત પડેલા જનઆંદોલન ફરી શરૂ થવા લાગ્યા છે. આજે દલવાડી સર્કલ ખાતે ખરાબ રોડ અને તૂટેલા નાલાના પ્રશ્નને લઈને આજુબાજુની સોસાયટીના રહીશોએ ચક્કાજામ શરૂ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બાયપાસ હાઇવે પર દલવાડી સર્કલ પાસે રોડ રસ્તાની હાલત બિસ્માર હોય તેમજ અહીંનું એક નાલું તૂટેલી હાલતમાં હતું. જે અંગે સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજુઆત કરી હતી. તેમ છતાં પણ કોઈ પરિણામ ન મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે દલવાડી સર્કલ ખાતે ચક્કાજામ કર્યો છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારી આવીને અમને લેખિત બાહેંધરી નહિ આપે ત્યાં સુધી તેઓ રોડ ઉપરથી હટશે નહિ.