મોરબી: શ્રી રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ, મોરબી-માળિયા દ્વારા સમાજની દીકરીઓ માટે 22મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગ માટેની તારીખ 22 ફેબ્રુઆરી, 2026, રવિવારના રોજ નક્કી કરવામાં આવી છે, જેમાં રામાનંદી સાધુ સમાજની કુલ 11 દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડવા માટે જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છુક પરિવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખ જાહેર કરવામાં આવી છે. દીકરીઓના ફોર્મ ભરવાનો સમયગાળો 1 ડિસેમ્બર, 2025 થી 10 ડિસેમ્બર, 2025 સુધીનો રહેશે. ફોર્મ ભરવાનું સ્થળ એમ 504, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, ગેંડા સર્કલ, મોરબી 2 ખાતે રાખવામાં આવ્યું છે. કાર્યાલયનો સમય સવારે 10 થી 12 વાગ્યા સુધીનો રહેશે.સમાજના આગેવાનોએ આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજબંધુઓને આહ્વાન કર્યું છે. વધુ વિગતો માટે 99098 55504, 98252 89534, 98254 03288, 99136 70042 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.