ટંકારા: શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા યુવા સમિતિ અને મહિલા સમિતિ આગામી તારીખ 26 જાન્યુઆરી ને ગુરૂવારે વસંતપંચમીના પાવન દિવસે એક માંડવે લગ્ન એવા ચતુર્થ સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં 19 નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડશે. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ સાધુ અને સંતો યુગલોને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશે. તેમજ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી, યુવા કમિટી પ્રમુખશ્રી અજય સંઘાણી, ઉપપ્રમુખ વિમલ ભાગિયા, મંત્રી અલ્પેશ મુંજાત તેમજ હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિનેશ ચંડાટ, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, પ્રદીપ ચંડાટ નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો વગેરે આ કાર્યક્ર્મને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.