યુવક મંડળ દ્વારા આગામી ગોસ્વામી સમાજના બીજા સમૂહલગ્ન 23 ફેબ્રુઆરીએ યોજાશેમોરબી : શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ મોરબી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતીની ટીમ દ્વારા 14મો સમુહલગ્નોત્સવ મોરબીના રામધન આશ્રમ ખાતે યોજાયો હતો. જેમાં 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેમાં કન્યાઓને કરીયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત 88થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ સમૂહલગ્નમાં સંતો-મહંતો સહિત મોરબી અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સંતો-મહંતો અને આગેવાનોએ પ્રવચનમાં બાળકોને વધુ ને વધુ ભણાવવા તેમજ મોંઘવારીમાં ખોટા ખર્ચ કરવાને બદલે સમૂહલગ્નમાં જોડાવવા પર ભાર મૂક્યો હતો. તેમજ સમાજને વધુ ને વધુ સંગઠિત બનાવવા પર ભાર મૂક્યો હતો. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.આ સમૂહલગ્નમાં મહંત શીવશંકરગીરી, મહંત બલરાજગીરી સહિત સમાજના રસીકગીરી, નવલગીરી, દીનેશગીરી, હીરાગીરી પ્રમુખ છાત્રલય રાજકોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નને સફળ બનાવવા ડો. જયદીપપુરી રાજેશગીરી મહેન્દ્રનગર, અરવિંદવન, પ્રવિણગીરી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા તા 23 ફેબ્રુઆરીએ છઠ્ઠા સમૂહલગ્ન યોજાશેમોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહલગ્ન આગામી 23 ફેબ્રુઆરી ને રવિવારે સવારે 9 વાગ્યે સાઈબાગ ગ્રાઉન્ડ, જનકલ્યાણનગર, ઉમા ટાઉનશીપ સામે, મોરબી-2 સામાકાંઠે યોજાશે. જેમાં 7 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશે. સમૂહલગ્નને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, પૂર્વ પ્રમુખ અમિતગીરી ગુણવંતગીરી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.