મોરબીઃ મોરબીમાં આગામી તારીખ 12 માર્ચના રોજ યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં 80 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે ત્યારે આ શુભ કાર્યમાં તન,મન, ધનથી સહકાર આપવા જણાવવામાં આવ્યું છે અને દાન આપવા માટે અપીલ કરાઈ છે. મોરબી ખાતે શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના માર્ગદર્શન હેઠળ લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને સિટી કલબ તથા વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના સહકારથી છેલ્લા 6 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં 195 દીકરીઓને પરણાવવામાં આવી છે. ત્યારે 12 માર્ચ, 2023ના રોજ વધુ 80 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. જેમાં ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજના સંતાનો, કોરોના મહામારીમાં તકલીફમાં મૂકાયેલા પરિવારના સંતાનો માટે આ સમૂહ લગ્નોસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત 70 જીવનજરૂરી વસ્તુઓ ભેટમાં આપવાની છે. તો આ સેવા કાર્યમાં દાન આપવા અપીલ કરવામાં આવી છે. દાન આપવા માટેની વિગત (1) VATSALYA EDUCATION AND CHARITABLE TRUST BANK NAME - STATE BANK OF INDIA ACCOUNT NO - 34195288763 IFS CODE - SBIN0060071 2) Bank account Name: Vatsalya Education & Charitable Trust Bank Name: The C0-Operative Bank of Rajkot Ltd. ACCOUNT NUMBER: 0005110100002068 IFS CODE: YESB0RAJ005 BRANCH: RAVAPAR ROAD, MORBI-Gujarat-India અથવા દાન આપવા માટે ડો.પરેશ પરિયા (મો.નં. 8732918183) અથવા લાયન ચંદ્રકાન્ત દફતરી (મો.નં. 9825223199) અથવા દેવકારણભાઈ આદરોજા (મો.નં. 9426247282)નો સંપર્ક કરવા જણાવાયું છે.