મોરબીઃ જૈન સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા બકરી ઈદ નિમિત્તે સમસ્ત જીવને સાતા ઉપજે તે માટે સમસ્ત જૈન સમાજ માટે દરેક ઉપાશ્રય તથા દરેક દેરાસરમાં નવકાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 10 જુલાઈ ને રવિવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમિયાન જૈન સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા જીવદયા અર્થે નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરાયું છે. જેમાં સોની બજાર ઉપાશ્રય, પ્લોટ પોષધ શાળા ઉપાશ્રય, દરબાર ગઢ દેરાસર ઉપાશ્રય, પ્લોટ દેરાસર ઉપાશ્રય, સામા કાઠે રીલીફ નગર ઉપાશ્રય અને દેરાસર, હાઉસિંગ બોર્ડ જૈન દેરાસર, વર્ધમાન નગર જૈન દેરાસર ખાતે નવકાર મહામંત્રના સામૂહિક જાપ કરવામાં આવશે તો આ સામૂહિક જાપમાં જે.એસ.જી મોરબી, તથા મોરબીના દરેક મંડળના ભાઈઓ તથા બહેનો, તથા શ્રાવિકા બહેનોએ નજીકના ઉપાશ્રયમાં આ નવકાર મહામંત્રના જાપનો લાભ લેવા જૈન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખ નીતિનભાઈ મહેતા, મંત્રી સમીરભાઈ મહેતા તથા કારોબારી સભ્યોની યાદીમાં જણાવાયું છે.