મોરબીના પુલ ઉપર બનેલી ઘટનાથી રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી મોરબી : મોરબીના પુલ ઉપર આજે માણગાડી પસાર થતી વખતે અચાનક રેલવે લાઈનમાંથી મસમોટા વજનનો બોલ છટકીને નીચે પડ્યો હતો.જો કે આ સમયે નીચેથી પસાર થતી મહિલા માંડ માંડ બચી હતી. આ ઘટનાથી રેલવે તંત્રની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગી છે. મોરબીના પુલ ઉપર આજે રેલવે લાઈન ઉપર એક માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે રેલવે લાઈનમાં નટ બોલ્ટ ઢીલા હોવાથી અને માલગાડીના ભારેખમ વજનતી આ રેલવે લાઈનમાંથી ભારે વજન ધરાવતો એક બોલ છટકીને નીચે પડ્યો હતો. જો કે આજે પુલ નીચે રવિવારી બજાર ભરાઈ હોય ઘણા લોકો ખરીદી માટે આવ્યા હતા. રેલવે લાઈનમાંથી બોલ છટકીને નીચે પડ્યો ત્યારે નીચે ઉભેલા એક મહિલા માંડ માંડ બચ્યા હતા. જો કે પુલ નીચે આવા ભારેખમ બેથી ત્રણ બોલ્ટ નીચે પડ્યા છે. આ ઘટના પરથી એ સાબિત થાય છે કે રેલવે લાઈનની લોખડની એન્ગલને યોગ્ય રીતે મરમત્ત ન કરાતી હોવાથી આ બોલ્ટ નીચે પડે છે. એથી રેલવે તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..