મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ કોર્ટ સ્ટાફ તથા વકીલોને કર્યું 400થી વધુ માસ્કનું વિતરણ મોરબી: મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાએ આજે સોમવારે કોર્ટ પરિસરમાં માસ્ક વિતરણ કર્યા હતા. કોરોનાની વધતી ભયાવહક સ્થિતિ વચ્ચે આજે સોમવારે સવારે મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાએ 400થી વધુ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓ માટે થયેલા આ માસ્ક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા સરકારી વકીલ જાનીભાઈ, મોરબી સરકારી વકીલ ધર્મેન્દ્રભાઈ આદ્રોજા, સરકારી વકીલ દવેભાઈ, લીગલ સેક્રેટરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.