નહેરૂ ગેઇટ ચોક સહિતના વિસ્તારોમાં નાગરિકોને 3000 માસ્ક આપી આસ્ક પહેરવા જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું મોરબી : મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કોરોના સામેની લડાઈમાં આજે વિવિધ જગ્યાએ માસ્ક વિતરણ કરી કોરોના સંક્રમણથી બચવા ફરજીયાત માસ્ક પહેરવા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલની આગેવાનીમાં આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ગેટ ચોક તેમજ અન્ય વિસ્તારોમાં નાગરિકોને 3000 જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને હોદેદારોએ કોરોના સંક્ર્મણ વધી રહ્યું હોય લોકોને ફરજીયાત માસ્ક પહેરવા જાગૃત કર્યા હતા.