મોરબી : 23 માર્ચના રોજ ક્રાંતિકારી ભગતસિંહ અને સુખદેવ તેમજ રાજ્યગુરુના શહીદ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મશાલ યાત્રાનું આયોજનનું કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 23 માર્ચ 2023 ગુરુવાર ના રોજ શહીદ ભગત સિંહની પુણ્ય તિથિ નિમિતે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સાંજે ૭ વાગ્યે નગર દરવાજાથી ગાંધી ચોક સુધી મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ મશાલ યાત્રામાં આપ પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓએ સમયસર હાજર રહેવા મોરબી જિલ્લા આપ પ્રમુખ ગીરીશભાઈ પેથાપરાએ અનુરોધ કર્યો છે.