મોરબી : રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા પ્રસિદ્ધ ઝારવાળા હનુમાનજી આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાઘવેન્દ્ર સરકારની અસીમ કૃપાથી અહીં હનુમાન જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય ‘મારુતિ યજ્ઞ’ યોજાશે.આગામી તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ને ગુરુવારના રોજ ઝારવાળા હનુમાનજી આશ્રમ, દયાનંદ પોલીપેકની સામે, રાજકોટ-મોરબી હાઈવે ખાતે આ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે આશ્રમના મહંત મહાકાલ પુરી બાપુ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અને દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #HanumanJayanti #MarutiYagya #RajkotMorbiHighway #GujaratNews